Your Language:  English/ગુજરાતી

ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિમિટેડમાં આપનું સ્વાગત છે.

જીજીઆરસી, ગુજરાત વિઝન 2010ની કૃષિનીતિના સંદર્ભમાં, ભારત સરકાર અને ગુજરાત સરકાર વતી અમલીકરણ સંસ્થા તરીકે ગુજરાતના ખેડૂતોને આવશ્યક ઉપકરણો તેમ જ કૃષિ માટેની અન્ય સામગ્રી બહારથી મંગાવી અથવા સ્વઉત્પાદિત કરીને સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ સંબંધિત વ્યાવસાયિક સેવાઓ આપીને બીજી હરિત ક્રાંતિ લાવવાનું ધ્યેય રાખે છે, જેથી પાણી અને ઊર્જાની બચત અને કૃષિ ઉત્પાદકતામાં વધારો જેવા બહુવિધ લાભ મળે અને ખેડૂતોની સમૃદ્ધિ વધે.

 
ગુજરાત તેના કુદરતી સંસાધનોનો ભરપૂર ઉપયોગ કરી બીજી હરિત ક્રાંતિ લાવવા તરફ પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની એ ખાસ પ્રયોજન માટેનું માધ્યમ છે, જે આખા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો પ્રચાર પ્રસાર કરે. કુદરતી સંસાધનો જેવાં કે પાણી, ઉત્પાદનમાં વૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રમાં વિકાસનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સાથે ગુજરાત સરકારે દૂરંદેશીભર્યા અભિગમ સાથે અદ્યતન તકનિક જેવી કે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરી
વધુ પાક લણી શકે તે માટે ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત, પાણી, ઊર્જા, મહેનત અને ખાતરની યોગ્ય બચત પણ થાય છે. આમ સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિના એકથી વધુ લાભ છે જે સાચા અર્થમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરે છે અને તેની સાથે ખેડૂતોનું સામાજિક ઉત્થાન થાય છે જે રાજ્ય અને દેશને કૃષિ ક્ષેત્રમાં સુરક્ષા, પ્રગતિ અને વિકાસ તરફ લઇ જાય છે. ચાલો આપણે પાકનું જતન કરીએ ટીપે ટીપે...                                                                                                             જુઓ
 
 
GGRC visitor count